જે થાય એ સારા માટે
આ વાત કોણ નથી જાણતું ?
છતાંય.....
આપણે જેવી સવાર પડે ને કંઈ અણગમતું ના થાય એની ચિંતામાં, ને આપણને ગમતું જ થાય એવું કરવામાં લાગી જઈએ છીએ.
આમ તો આ પણ કંઈ ખોટું નથી, પરંતુ
હું ગમ્મે તેમ કરીને ખોટું થતું રોકી જ દઉં, ને
ગમ્મે તે ભોગે સારું કરીને જ રહું
આ માનસિકતા ના હોવી જોઈએ,
હોવા જોઈએ માત્રને માત્ર
એનાં માટેનાં પ્રયત્નો.....
ને છતાંય જો ધાર્યું ના થાય તો જે પરિણામ મળે એને સ્વીકારીને આગળ વધવાની તૈયારી 🙏🏻