તારા સક્ષમ હોવા છત્તા મને વધારે સક્ષમ કરવાના તારા વિચાર પર વધારે પ્રેમ આવે છે!
તું મારા કરતા વધારે ગુસ્સો ધરાવે છે છત્તા મને નરમાશ વાળા વાતાવરણ માં રાખવાના તારા પ્રયત્નો પર વધારે પ્રેમ આવે છે!
તું એક જવાબદાર પુરુષ છું એ સાબિત કર્યા કરતા હું એક પ્રતિભાશાળી સ્ત્રી છું એ મને સતત યાદ કરાવતા રહેવાના તારા પ્રયત્નો પર પ્રેમ આવે છે!
હું જવાબ આપવા તૈયાર છું પણ મને કોઈ પણ પ્રશ્ન ના પૂછવાના નિયમ પર પ્રેમ આવે છે!
હું તને પ્રેમ કરું એના કરતા પોતાને વધારે કરું એવા તારા અથાગ પ્રયત્નો પર પ્રેમ આવે છે!
ખબર નઈ કેમ પણ બંધાયા વગર
બંધનમાં રહેવા પર પ્રેમ આવે
છે! તું મારું આકાશ અને એમાં ઉડતું એક હું નાનકડું પક્ષી, આ અહેસાસ પર પ્રેમ આવે છે!
Ankita Chauhan🍂