હું બેકાર બેઠો' તો રસ્તે મૂંઝવણમાં,
સુગંધીત લહેરથી મન મસ્ત થઈ ગ્યું.
જોયું સામે તો ,ઓચિંતું કોઈક આવી ગ્યું.
જોતા સામે આંખો, નૈનોમાં ફસાઈ,
લાગે આંખોને એનું ઠેકાણું મળી ગ્યું.
આ આંખોમાં, ઓચિંતું કોઈક વસી ગ્યું.
આંખો થોડી નમી હોઠે આવી અટકી,
મુજ હોઠને ગુલાબનું પાણી મળી ગ્યું.
તરસ્યા હોઠ, ઓચિંતું કોઈક ભીંજી ગ્યું.
આંખો સીધી હૈયે આવી. બસ અહીંયા,
એના હૈયે પણ મારું નામ ધબકી ગ્યું.
પછી શું? , ઓચિંતું કોઈક હૈયું ચોરી ગ્યું.
ભગવાનપ્રકાશ..😜