હરતી ફરતી તોય લળખડાતી જીદંગી;
હાથમાં આવે ને છટકી જાતી જીદંગી,
પલભરને પામવા મલકાતી જીદંગી;
પ્રભાતના પહોરમાં ઢળાતી જીદંગી,
સવાર સમજીને શરમાતી જીદંગી;
ખુલ્લા બારણે અથડાતી જીદંગી,
હળવેથી તાંતણે બંધાતી જીદંગી;
(અને) તલવારની ધારે લઢાતી જીદંગી,
ઘડપણમાં બાળક બનાવતી જીંદગી;
ઈશ્વરના બારણાં ખટખટાવી જીદંગી,
સુખ દુઃખમાં ઉલજાવતી જીંદગી;
સત્ય નિશ્ચય પર પસ્તાવતી જીંદગી,
જન્મ થી મૃત્યુ સુધી થકવતી જીંદગી;
કોણ મારુ કોણ પારકું (એ) સમયે બતાવતી જીંદગી,
અને સાચું કહું ને તો....
ના-હકની (આ) જીદંગી તોયે જીવાતી જીંદગી.
-યુવરાજસિહ સોલંકી