સડક કિનારે એક 12-13 વર્ષ ની દીકરી તરબુજ વેચતી હતી,,, વિશાલે ગાડી રોકી પૂછયું બેટા તરબુજ કેમ આપ્યા..??
... દીકરીએ કહ્યું એક નંગના 50 રૂપિયા,,,,
.... તેની પત્ની ભાવિકા એ કહ્યું... આટલા મોંઘા,,ચાલો આગળ થી લઈશું....
... ભાવિકાએ દીકરીને કહ્યું 30નું નંગ આપવું હોઈતો આપ
... દીકરી બોલી આંટી 40નું તો મને પડે છે,,ચાલો 45 આપજો.....!!
... ભાવિકા બોલી..દેખ તારો નાના ભાઈ જેવો છે,એના માટે થોડું સસ્તું કરી આપ..આમ કહી પોતાના ખોળામા બેઠેલા ચાર વર્ષના દીકરા તરફ ઈશારો કર્યો..
... બાળક જોઇને.. દીકરી ગાડી તરફ આવી.. કહ્યું સાચેજ ભાઈ ખૂબ સુંદર છે આંટી.
... ભાવિકાએ કહ્યું..બેટા દીદીને નમસ્તે બોલ,,,બાળકે પ્યારથી નમસ્તે દીદી..કહ્યું.
... દીકરી
...એક તરબુજ લાવી ભાઈના હાથ મા આપ્યું,,,પરંતુ હાથમાથી નીચે પડી ત્રણ-ચાર ટુકડા થઈ ગયા,,ગોલુ રળવા લાગ્યો.
... બેન બોલી અરે ભાઈ રડ નય,હૂં બીજું આપું,
...દીકરીએ બીજું લયને આપ્યું..
... ભાવિકાએ કહ્યું તૂટ્યું છે એના પૈસા નહીઆપું,
... દિકરી બોલી પૈસા જ નથી જોતા, મેતો મારા ભાઈને આપ્યું છે...
... વિશાલ કહ્યું પૈસા લઈ લે, તારું ખૂબ નુકસાન થશે.
... દિકરી બોલી... મા કહેતી કે...જ્યાં સંબંધની વાત આવે ત્યાં નફો નુકસાન નહી જોવાનું... તમે ગોલુને મારો ભાઈ કહ્યો... મારે પણ ગોલુ જેવોજ ભાઈ હતો...પરંતુ....
... વિશાલે કહ્યું સુ..સુ થયું હતું તારા....ભાઈને..?
...જ્યારે એ બેવર્ષ નો હતો...ત્યારે રાત્રિના તાવ આવ્યોતો,,,,સવારે મા હોસ્પિટલ લઈ જાય તે પહેલાજ...શ્વાસ છોડી દીધો હતો,,એના એક વર્ષ પહેલા પાપા પણ અમને મૂકીને જતા રહ્યા..અંકલ મને મારા ભાઈની ખૂબ યાદ આવે છે...
... ભાવિકાએ કહ્યું બેટા પૈસા લઈલે,,, આંટી હૂં પૈસાતો નહિજ લવ..
... ભાવિકા ગાડી મા ગઈ ,,બેગમાંથી ઝાંઝર નીકાળી,, જે પોતાની આઠ વર્સની દીકરી માટે આજેજ 3000 મા ખરીદી હતી,,, દીકરીને દેતા બોલી.. તે ગોલુને ભાઈ માન્યો છેને તો હૂં તારી મા કહેવાઇસ,,તો તું ના ન કહેતી.
... દીકરીએ હાથ ન લંબાયો..તો....જબરદસ્તી દીકરીના ખોળામા ઝાંઝર મૂકતા બોલી રાખીલે બેટા.. જ્યારે પણ પહેરીશ ત્યારે અમારી બધાની યાદ આવશે... આટલું કહી ગાડીમા બેસી ગઈ..
... દીકરીને બાય કહેતા વિશાલે ગાડી સ્ટાર્ટ કરી,,, ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો કે ભાવુકતા સુ ચીજ છે, થોડા સમય પહેલા પોતાની પત્ની દસ વીસ રૂપિયા બચાવવા માટે બાંધ છોડ કરી રહી હતી, ને થોડીજ ક્ષણોમા આટલી બદલાઈ ગઈ.. જો તો ખરા,,3000નુંઝાંઝર આપી દીધું...!!
... ત્યાંજ અચાનક વિશાલને દીકરીની વાત યાદ આવી... સંબંધ મા નફો-નુકસાની ન જોવાઈ...
... વિશાલને થોડા વર્ષોથી પ્રોપર્ટી બાબતે પોતાનાજ ભાઈ સાથે કેસ ચાલી રહ્યો હતો..
... તરતજ ભાઈને ફોન લગાવ્યો.. , સામેથી ભાઈએ કહ્યું... ફોન કેમ કર્યો..?વિશાલે કહ્યું ભાઈ મેઈન માર્કેટ વાળી દુકાન તું રાખી લે, બજાર વાળી હૂં રાખીશ,, અને હા મોટો પ્લોટ તું રાખી લે જ્યારે નાનો પ્લોટ હૂં રાખી લઈશ.. હૂં કાલેજ આપણો કેસ ચાલે છે એ પાછો ખેચી લઈશ...
...મોટા ભાઈ એ કહ્યું,છોટુ આમ કરવાથી તો તને ખૂબજ નુકસાન થશે...?
... ત્યારે વિશાલે કહ્યું આજ મને સમજાણું છેકે સંબંધમા નફો-નુકસાન ન જોવાઈ,એક બીજાની ખુશી જોવાની હોય,,, ફોનમા સામેથી એકદમ ખામોશી છવાય ગઈ,થોડી ક્ષણો પછી વિશાલને સામેથી મોટા ભાઈનો રળવાનો અવાજ સંભળાયો,વિશાલે કહ્યું રડી રહ્યા છો ભાઈ...?
... મોટાભાઈએ કહ્યું એટલા પ્રેમથી વાત કરી હોત તો બધુજ તને આપી દેત,
... ઘરે આવીજા પ્રેમ થી બેસીને વાતો કરીશું,
... આટલી કડવાહટ ...થોડા મીઠા સબ્દો બોલતા ક્યાં ચાલી ગઈ ખબરજ ન પડી..