Gujarati Quote in Motivational by PRADYUMANSINH MAKWANA

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સોશિયલ મીડિયા જાહેર માધ્યમ છે. અહીંયા લોકો તમને વાંચે છે એટલું જ નહીં જાણતા અજાણતા તમને અથવા તમારા શબ્દોને અનુસરે છે. ઘણીવાર તો લોકો તમારી પ્રોફાઈલ પર આવે જ ત્યારે છે જ્યારે તેમને કોઈ રસ્તો ન મળતો હોય અને તમને વાંચતા હોય છે.

માટે, તમે ગમે તેવા નેગેટિવ સમયમાંથી પસાર થતાં હોવ પણ અહીંયા ન લખો...

ભલે તમે અંદરથી સાવ ભાંગી ગયા હોવ પણ અહીંયા લખશો તો બીજા પાંચ જણાની હિમ્મત તૂટશે...

ભલે સંબંધમાં તમે લાખ દગા ખાધા હોય પણ સંબંધો વિશે નેગેટિવ લખશો તો કિનારે બેઠેલા ઘણા સંબંધ તૂટી જશે...
એના બદલે એ સંબંધ ની પોઝીટીવ વાતો લખો તમને દુઃખ અને ઠેસ પહોંચાડનાર વ્યક્તિ ની પોઝીટીવ વાતો લખો.

ભલે પ્રેમમાં તમને ઘોર નિષ્ફ્ળતા મળી હોય પણ તેને શબ્દોમાં પરોવીને અહીંયા ન લખો, તેં એક લાઈન વાંચ્યા બાદ ઘણા લોકો એક મહિના સુધી રિકવર નથી થઈ શકતા હોતા...

હું કાલ્પનિક સકારાત્મકતા લખવાનુ નથી કહેતો, એતો ઉલ્ટાકના નુકસાન કરે. પણ તમે આ બધી લડાઈઓમાં કશેક તો જીત્યા હશોને? બસ તો તેં જીતનો જુસ્સો અને રસ્તો અહીંયા લખો...

1,000 લોકોમાંથી 999 તમને નફરત કરતા હોય પણ પેલું 01 વવ્યક્તિ તમને જે સિદદતથી ચાહે છે તેં લખોને યાર...

કોઇ એક વ્યક્તિ તમારા જીવનમાં આવી હોઈ‌ અને એ વ્યક્તિ નાં કારણે તમે જો‌ ખડખડાટ હસ્યા હોઇ તો‌ હાસ્ય વાળો એપિસોડ યાદ કરી એને વાઞોળો એ હાસ્ય ફરી થી તમારા જીવનમાં આવશે

POWER OF SUBCONSCIOUS MIND

ખ્યાલ છે મને કે એક એક મિનિટ અને એક એક સેકન્ડ તમને દગા મળ્યા હશે, પણ આ બધામાં પેલો તમારો દોસ્ત તમારી સાથે ખડેપગે ઉભો છે એ લખોને...

હું 10 વર્ષથી લખું છું અહીંયા, અનુભવથી કહું છું તમારું સકારાત્મક અને વાસ્તવિક લખાણ ઘણા લોકો માટે સંજીવની હોય છે. ચારેય બાજુ અંધારું હોય ત્યારે તમારા આ બે શબ્દો તેના માટે એક દીવો હોય છે જે માર્ગ બતાવતું હોય છે.

હું અહીંયા ઘણું લખું છું તેં તમામ લખાણના વખાણ પણ થતાં હોય છે પણ હકીકતમાં મારા વખાણ થાય એટલો હું મજબૂત નથી. પણ મેં ત્યારે ત્યારે જ કંઈક લખ્યું છે જ્યારે હું મારા જે તેં વિચારો બાબતે એકદમ સ્પષ્ટ હોઉં એટલે મારા લખાણમાં મજબૂતાઈ દેખાતી હોય. જ્યારે હું પણ છું તો માણસ જ ને? મને પણ સામાન્ય લાગણીઓ થતી જ હોય. માટે તમે તૂટ્યા એ ખબર પડે તો વિચાર કરો એનું શું થશે જે તમારા ભરોશે હતાં?

આ જસ્ટ વિંનતી કોઈ થોપી દેવાની વાત નથી. બાકી સાવ શુદ્ધ લખાણનો તો હું પણ આગ્રણી નથી કારણ કે ઓક્સિજન સાથે કાર્બનડાયોક્સાઇડ પણ જરૂરી છે જ..

નોટ: શબ્દોનો જાદુ આપણે કલ્પના પણ ન કરીએ તેટલો છે

લી ... CHIRAG ઉર્ફે સેક્સ મેનીયાક

Gujarati Motivational by PRADYUMANSINH MAKWANA : 111945976
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now