Gujarati Quote in Poem by Dinesh Maheshwari

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વખત જઈ રહ્યો છે મુજ નવા દર્દો ભણી
કિન્તુ હાલનાં જીવતાં ઘા રુજાયા ક્યાં છે?

અહીં લોકો તીરથે જાય છે સ્વર્ગને કાજે
વતનમાં 'મા' ને મળવાની ફુરસદ ક્યાં છે?

સફળતાની કેડી વચ્ચે કંટકો પાથર્યા સૌએ
મુજ સહકારમાં ફુલો પાથરે એવા ક્યાં છે?

વિપદા સમયે સલાહો આપવા સૌ આવે
હમદર્દ બનીને સાથ આપે એવા ક્યાં છે?

મળતાં જ વિશ્વાસ કરી લઉં છું લોકો પર
મુજ વિશ્વાસને કાયમ રાખે એવા ક્યાં છે?

પ્રેમપત્રોમાં લખાય છે અખૂટ લાગણીઓ
કદી ખૂટે નહીં સાહી, એવી કલમ ક્યાં છે?

ફક્ત એકાદ મિલાપની ઝંખના છે 'દિનેશ'
ઉમ્રભરનો સાથ મળશે એવી ઉમીદ ક્યાં છે?

- દિનેશ મહેશ્વરી

Gujarati Poem by Dinesh Maheshwari : 111945845
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now