અંધકાર સામે વિજય મેળવતું સૂર્યનું એક કિરણ
જોને હરખાય આકાશને કરી સપ્તરંગી,.
રંગીલા ગગનને આંબવા સમુદ્ર હૈયે હિલ્લોળા ભરે
ને અંતે અથાગ પ્રયાસે હારી શાંત થતા..
રંગીલા આકાશનું પ્રતિબિંબ સમુદ્ર પર જ દીઠે
દોસ્ત! પરોક્ષ રહી એકમેકને પામી એકમેકમાં ભળે.
- ફાલ્ગુની દોસ્ત