એકવાર મછેન્દ્રનાથ અને ગોરખનાથ રસ્તામાં જઈ રહ્યા હતા, ગુરુને કોઈએ સોનાની ઈંટ આપી. કે ગુરુજી આ ઈંટનો તમે ધર્મ કરજો. કોઈ ધર્મના કાર્યમાં વાપરજો. ચેલો ને ગુરુ રસ્તામાં ચાલ્યા જતા હતા. થોડીક વાર થઈ એટલે ગુરુએ પૂછ્યું. ચેલા કોઈ ડર તો નહીં હે ના. ચેલા એ કહ્યું. નહીં નહીં ગુરુજી ડર કૈસા. વળી થોડીક આગળ ગયા. એટલે વળી પાછું ગુરુએ ચેલા ને પૂછ્યું. ચેલા કોઈ ડરતો નથી હેના. એટલે ચેલા ને લાગ્યું ગુરુ. ગુરુ પાસે જરૂર કંઈક લાગે છે. રસ્તામાં એક ઝાડ પાસે ઝોળી મૂકીને પૂરું કંઈક લેવા ગયા.પાછળ ચેલાએ ઝોળી જોઈ તો અંદર સોનાની ઈટ હતી. ચેલો સમજી ગયો કે ડર આ લાગે છે. ચેલાએ સોનાની ઈટ ને કૂવામાં નાખી દીધી. અને એક એના જેવડો પથ્થર વાંધી ને ઝોળીમાં મૂકી દીધો. વળી ગુરુ અને ચેલો હાલતા થયા. રસ્તામાં વળી ગુરુએ પૂછ્યું ચેલા કોઈ ડર તો નહીં હેના. તો ચેલા એ જવાબ આપ્યો. ગુરુજી ડર કો તો મેને કૂવે મેં ડાલ દિયા . ગુરુ ને કહા ક્યા બાત કર રહે હો. અચ્છા કિયા જો કિયા સોં. "માટે જિંદગીમાં આગળ વધવું હોય તો ડરને કૂવામાં નાખી દો"
લી. ચૌહાણ સુરજબા "આર્ય "
🙏🏻સુપ્રભાત જય સીયારામ 🙏🏻