એક વખત રસ્તામાં વાલીયા લૂંટારા અને નારદજી ની મુલાકાત થઈ ગઈ. એટલે નારદજી એ વાલિયા લૂંટારા ને કહ્યું. તુ આ લૂંટફાટ અને ચોરી કરીને ઘરે પૈસા તો લઈ જાય છે. તારા ઘરના લોકો તારા પાપમાં ભાગીદાર બનશે. વાલીઓ લૂંટારો કહે, એ તો ખબર નથી ઘરે પૂછવા જવું પડે. તો નારદ જી કહે તું પૂછતો આવ ત્યાં સુધી હું અહીં જ રહીશ. વાલીયા લૂંટારા ને નારદ પર વિશ્વાસ ન આવ્યો. એટલે વાલીઓ લૂંટારો નારદજીને એક ઝાડ સાથે દોરડા થી બાંધી ગયો. તેણે ઘરે જઈને સૌને પૂછ્યું. કે હું આ સૌ ચોરી કરીને જે પૈસા કમાઈ આવું છું તમે મારા પાપમાં ભાગીદાર તો બનશો ને. તો બધાય ના કહી દીધી કે ભાઈ અમે તને એમ નથી કહેતા કે તું ચોરી કરીને લઈ આવ.અમે કોઈ ભાગીદાર નહી બનીએ. તારા કરેલા કર્મો તારે જ ભોગવવા પડશે. એટલે વાલિયો લૂંટારો પાછો નારદ મુનિ પાસે ગયો. ભગવાન રામ નો મંત્ર નારદ મુનિએ તેને આપ્યો. તે તપસ્ચર્યા કરવા લાગ્યો. અને એવો સમાધિમાં લીન થઈ ગયો કે તેના ઉપર રાફડો થઈ ગયો. રાફડાને વાલ્મીકિ પણ કહે છે. પછી તેનું નામ વાલ્મિકી પાડવામાં આવ્યું. જે બીજાને ઠેસ લાગે અને પોતે ખુદને સંભાળી લે. એને જ્ઞાની કહેવાય. પોતાને લાગે અને પછી સમજે. ને સમજદાર કહેવાય. પોતાને લાગે છતાં ન સમજે. મૂર્ખ કહેવાય.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "