ઝેરને જીરવવાનાં જીગર રાખ્યાં છે.
વિષઘૂંટ પીવાનાં જીગર રાખ્યાં છે.
ખારાશ જગતની શું સતાવે મુજને,
દરિયાને સમાવવાનાં જીગર રાખ્યાં છે.
નથી બીક મોતની રહેતી કદી મને,
કફનને બાંધવાનાં જીગર રાખ્યાં છે.
ના ડરાવો મને દુ:ખની વાત બતાવીને,
પર્વત એના રાખવાનાં જીગર રાખ્યાં છે.
પૂછશે પરમેશ્વર હિસાબ કર્મો વાંચીને,
એનેય ચૂપ કરાવવાનાં જીગર રાખ્યાં છે.
ખતમ કરો દુઃશ્મની સઘળી આજથી જ,
સન્મુખ પ્રેમ પાથરવાનાં જીગર રાખ્યાં છે.
નથી ડર કે બીક મને રહી આજ સુધીમાં,
ચમરબંધીનેય નમાવવાનાં જીગર રાખ્યાં છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.