મિત્રો આજે ગુરુ પૂર્ણિમા છે તો
જ્ઞાન મળે એવી વાતો કરીએ.
1= સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ. કારણ આપણાથી મોટી ઉંમરની કોઈપણ વ્યક્તિ આપણે ઘરે આવે અને આપણે સુતા હોઈએ સારું ન લાગે. માટે સૂર્ય એ પ્રત્યક્ષ દેવ છે એટલે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ.
2= તમે મંદિરે દર્શનાર્થે જાઓ ( કોઈપણ ધર્મના હો તમારા ધર્મસ્થાનમાં જાઓ ) તો તમારું માથું ઢાંકેલું હોવું જોઈએ. કારણ ભગવાન આપણાથી મોટો છે અને મોટા પાસે મર્યાદામાં રહેવું જોઈએ. તમે કોઈપણ આ રૂમાલનો ઉપયોગ કરી શકો છો. ટોપી નો ઉપયોગ પણ કરી શકો છો. કઈ ન મળે તો ઝાડ ની એક ડાળખી પણ માથા ઉપર રાખી શકો છો. માથું ઢાંકેલું હોવું જોઈએ.
3= કોઈપણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે સ્ત્રીનો સૃષ્ટિના સર્જનમાં મહત્વનું ફાળો છે. કોઈ સ્ત્રી સામે ખરાબ દ્રષ્ટિએ જોવું નહીં. કોઈ સ્ત્રી સાથે વ્યભિચાર કરવો નહીં. આવું કરવાથી અકાળ મૃત્યુનો યોગ પેદા થાય છે.
4= કોઈની આત્માને ઠેસ પહોંચે, કોઈનું દિલ દુભાય,આપણા કારણે કોઈનું અહીત થાય, એવું કોઈ કાર્ય ન કરવું.
5= વડીલોનો આદર કરો, સ્ત્રી નું સન્માન કરો, ગાયની સેવા કરો, આવું કરવાથી ભગવાન આપણા પર પ્રસન્ન થાય છે.
6= વાણી પર હંમેશા સંયમ રાખવો, પાણી દૂધ દહીં એવી પ્રવાહી વસ્તુ નો બગાડ કરવાથી ચંદ્ર નબળો પડે છે, કોઈની સાથે ખરાબ વર્તન કરવાથી, ખરાબ ભાષા બોલવાથી, શની નબળો પડે છે, સ્ત્રીઓનું અપમાન કરવાથી શુક્ર નબળો પડે છે,
પિતાનું અપમાન કરવાથી સૂર્ય નબળો પડે છે, વ્યસન કરવાથી મંગળ નબળો પડે છે, તમે કોઈની સાથે વિશ્વાસઘાત કરો, કોઈને પરેશાન કરો, વડીલોનું અપમાન કરો ,તો ગુરુ નબળુ પડે છે. બહારનું બધું ફાસ્ટ ફૂડ, આરોગવાતી બુધ નબળો પડે છે, કાળા રંગના પશુ પંખી ને પરેશાન કરવાથી લૂંટફાટ કરવાથી રાહુ કેતુ નબળા પડે છે. માટે જો તમારે તમારા ગ્રહો બળવાન બનાવવા હોય તો ધાર્મિક બનવું પડે .
" તમે જો કોઈને નહીં નડો તો કોઈ ગ્રહ તમને નહીં નડે "
7= ઠાકોરજીને જ્યારે 56 ભોગ લગાવો, ત્યારે આપણે જુના જે પકવાન છે એનું લગાવો,કારણ મેં એક મંદિરમાં દાબેલી અને કુરકુરિયા પણ જોયા હતા 56 ભોગમાં , કુરકરે માં સ્વાદ વધારવા માટે ગાયની ચરબી નો ફુવારો મારવામાં આવે છે. માટે આવો પાપ ન કરવો.
7= ભગવાનની પ્રસાદી બને ત્યાં સુધી બધાને વેચીને આપી દેવી જોઈએ. કોઈ એકલા ન ખાઈ લેવી. કારણ આવું કરવાથી દરીદ્રતા આવે છે.
8= ગુસ્સામાં ક્યારે કોઈ નિર્ણય ન લેવો
9= લાગણી વસ થઈને કોઈને વચન ના આપવું.
10= દીકરા દીકરીનો ઉછેર એક સમાન સંસ્કાર આપીને કરવો. કોઈ ભેદભાવ ન કરવો.
લી. "આર્ય "
🙏🏻જય સીયારામ 🙏🏻