જીવન માં બે અલગ વ્યક્તિ નો અનુભવ થયો.બંને એક સ્રી જ. એક માં દરિયા સમી લાગણી જોઈ... તો બીજી માં જંજવા નાં જળ સમી લાગણી... બસ દેખાય છે... લાગે છે કે છે પણ પાસે જાવ તો કાઈ નહ... સંઘર્ષ બન્ને ના જીવન માં જોયાં.. એક એ પરિવાર ના દરેક સભ્ય ને પોતાનો આધાર માની ને એને હિંમત આપી ને ચાલવા નુ શીખ્યું... તો બીજી પરિવાર પર અવિશ્વાસ રાખી ને બસ ઢસડાતી રહી... એકે હંમેશા આવતી મુશ્કેલી નો હસતા મોઢે સ્વીકાર કરી ને તેનો રસ્તો ગોત્યો... બીજી એ ન આવેલી આફતો ને અગાઉ થી જ મન માં સ્વીકાર કરી ને સંતાપી રહી.... એક એ પોતના સંતાનો પર અખૂટ વહાલ વરસાવ્યો... બીજી એ સંતાનો ને હમેશાં પોતના કાબુ માં રાખવા પ્રયત્ન કર્યા... એક જેટલું છે તેટલા માં રાજી રહી... અને આગળ એની મઢ વાળી માં પર છોડી દીઘું... બીજી એ બઘું જ હોવા છતા નથી નથી નથી કરી ને બઘું જ ગુમાવ્યું... એકે પોતના પતિ માં લાખ ખોટ હોવા છતાં તેની ખોટ ને સુધારી... તેની નબળાઈ ને સ્વીકારી.. અને તેને દરેેક ડગલે સાથ આપ્યો... બીજી એ પોતના કહ્યાગરા ભરથાર ને સાથ આપવો અલગ રહયો કડવા વેણ કહી ને હમેશાં બાળ્યા... પરિણામ સ્વરૂપ
એક નો પરિવાર પ્રગતિ નાં પંથે છે
બીજી નો અધોગતિ ના પંથે
એક ના પરિવાર ના તમામ સભ્યો આત્મ વિશ્વાસ થી ભરપુર છે
બીજી ના તમામ સભ્યો તુટી ગયા છે
એક ના દુઃખ માં સાથ આપવા વાળા હસતા મોઢે ઊભા છે
બીજી એકલી એકલી જૂરે છે
બીજૂ ઘણુ બધુ છે જે શબ્દો માં લખી નથી શકતી
બંને પરિવાર ને ખુબ પાસે થી જોયા છે
હું કયારેય આમાં મેં કીધેલી બીજી સ્રી ના બની શકુ
કદાચ વાચી ને અતિશયોક્તિ લાગે પણ હકીકત છે
જો તમે એક સ્રી છો તો તમારા પરિવાર ને તારવો કે ડૂબાડવા તમારા હાથ માં છે
તમારી નબળી માનસિકતા નુ ભયંકર પરિણામ આવી શકે જે તમે કલ્પ્યું પણ ના હોઈ... અને જ્યારે એ હદે પહુચે તયારે કદાચ તમે એટલાં તુટી ગયા હશો કે તમારી પાસે સહન કરવાની શક્તિ નહી હોય પણ સાથે તમારી પડખે ઊભા રહેવા વાળું પણ નહી હોય
માટે જીવન ને સમજી ને જીવો... દરેે પગલું વિચારી ને ભરો .. અને તમાંરા કરેલા તમામ કાર્ય નુ પરીણામ ભોગવવા ની તૈયારી રાખો.
આ પૃથ્વી પર તમે કરેલા તમામ કર્મો તમને વળતો પ્રહાર જરૂર થી કરશે...
દીવાલ પર જેટલી જોર થી બોલ પછડશો એટલા જ બળ થી ફરી સામો આવશે .. માટે તમારા માં કેટલું કેચ કરવાની તાકાત છે એ જોઈ ને કરજો ...