ભગતસિંહ
સરદાર ભગતસિંહ સામે તદ્દન ખોટો કેસ ઘડી કાઢવામાં આવ્યો હતો.
ભગતસિંહની લોકપ્રિયતા દેશમાં સ્વાતંત્ર્યલડત માટેની ચેતના
જગાડી રહેલી, માટે અંગ્રેજ હકૂમતે નક્કી ક્યું કે તેમને પકડ્યા
બાદ જેલમાં પણ જીવંત રહેવા દેવા નહિ. સ્પષ્ટ શબ્દોમાં
કહો તો અંગ્રેજો ભગતસિંહનું ખૂન કરવા માગતા હતા અને
તે નૃત્યને વાજબી ઠરાવવા કાયદાનો ઢાંકપિછોડો વાપરવાનું
તેમણે નક્કી ક્યું હતું. જ્હોન સોન્ડર્સ નામના આસિસટન્ટ
પુલિસ સુપ્રિન્ટેન્ડેન્ટની હત્યાના કેસમાં ભગતસિંહને સંડોવવા
માગતા હતા. સોન્ડર્સના હત્યાના બનાવને બ્રિટિશ હકૂમતે
Lahore Conspiracy Case એવું ગાંભીર્યસૂચક નામ આપી
દીધું, જેનો અર્થ એ થાય કે હત્યાનો બનાવ મોટા પાયાના
ષડયંત્રનો ભાગ હતો. કેસની સુનવણીના અંતે ગોરી સરકારે
અગાઉ નક્કી કર્યા મુજબ મોતની સજાનો ચુકાદો અપાય તે
પછી ભગતસિંહ હાઇ કોર્ટમાં અપીલ ન કરી શકે તે માટે
પંજાબના અંગ્રેજ ગવર્નર-જનરલે મે ૧, ૧૯૩૦ના રોજ તે અધિકાર છીનવી લેતો વટહુકમ બહાર પાડ્યો હતો. પ્રતિબંધ છ મહિના પૂરતો હતો. કેસ લાંબો ચાલ્યો અને છ મહિના વીતી ચૂક્યા. ચુકાદા બાદ કેસ લાહોર હાઇ કોર્ટમાં પહોંચ્યો. હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૈયદ આગા હૈદર નામના ભારતીય હતા. કેસને લગતાં થોકબંધ કાગળિયાં વાંચ્યા બાદ તેમને લાગ્યું કે ભગતસિંહ સામેનો કેસ ભૂલો હતો. આ વાત
તેમણે હાઇ કોર્ટના બીજા ન્યાયધીશોને કરી, એટલે થોડા જ
દિવસોમાં સરકારે તેમને બરતરફ કર્યા. સૈયદ હૈદ૨નો મિજાજ
ગયો અને તેમણે મનની વાત જાહેરમાં કહી નાખી. ગોરી હકૂમતે સૈયદ હૈદરને શાંત પાડવા જ્હોન કોલ્ડસ્ટ્રીમ નામના જજને તેમના ઘરે મોકલ્યો. હૈદરે તરત સંભળાવી દીધું: ‘I am a judge, not a butcher.’ (‘હું જજ છું; જલ્લાદ નથી.’
અંગ્રેજો છેવટે પોતાનું ધાર્યું કરીને રહ્યા. માર્ચ ૨૩, ૧૯૩૧ના દિવસે
સરફરોશી કી તમન્ના ધરાવતા સરદાર ભગતસિંહને ફાંસી
આપી દીધી. માત્ર ભગતસિંહને દ્વેષપૂર્વક સકંજામાં લેવાયાનું
ન જણાય એટલા માટે શિવરામ રાજગુરુને તથા સુખદેવ થાપરને પણ ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા. આમ છતાં ગોરી હકૂમતે નિર્દોષ ભગતસિંહને નરબલિ બનાવ્યાનું સ્પષ્ટ હતું. બંગાળની બે તરુણી સિંહણોએ તેનો બદલો લેવાનું નક્કી કર્યુ. પરિણામ શું આવે ચિંતા કર્યા વગર તેમણે સાથેલમળી ચાર્લ્સ સ્ટિવન્સ નામના અંગ્રેજ જિલ્લા મેજિસ્ટ્રેટને ઠાર મારી દીધો.
બ્રિટિશ જિલ્લા મેજિસ્ટ્રેટ ચાર્લ્સ સ્ટિવન્સને ગોળીએસદેનાર બે વીરાંગનાઓ શાંતિ ઘોષ તથા સુનીતિ ચૌધરી હતી. નવેમ્બર ૨૨, ૧૯૦૬ના દિવસે જન્મેલી શાંતિ ઘોષ સ્વતંત્રતા માટે અહિંસક લડત ચલાવતા છાત્રી સંઘની એટલે કે વિદ્યાર્થિનીઓના સંઘની સસ્થાપક સભ્ય હતી. થોડા વખત પછી તેના ખ્યાલો બદલાયા અને હિંસાનો માર્ગ અપનાવીને જ આઝાદી મેળવી શકાય એમ તેને લાગવા માંડ્યું, એટલે સશસ્ત્ર લડતનું સમર્થન કરતી જુગાન્તર પાર્ટીની તે સભ્ય બની.
બીજી રાષ્ટ્રવાદી સુનીતિ ચૌધરીનો
જન્મ (વર્તમાન બાંગલાદેશના) કોમિલ્લામાં મે ૨૨, ૧૯૧૭ના
દિવસે થયો હતો. સ્વતંત્રતા કાજે મરી ફીટવાની તેની પણ સંપૂર્ણ તૈયારી હતી. વિચારધારાની સમાનતાને લીધે સુનીતિ
ચૌધરી અને શાંતિ ઘોષ એકમેકની ગાઢ સખી બની. બન્નેએ સાથે મળી જિલ્લા મેજિસ્ટ્રેટ ચાર્લ્સ સ્ટિવન્સનેલગોળીએ દેવાનું નક્કી કર્યુ.
જિલ્લાના હેડક્વાટર્સે પહોંચી
તેમણે અંદરની ચેમ્બરમાં બેસતા
મેજિસ્ટ્રેટને અરજીપત્ર મોકલ્યો.
મેજિસ્ટ્રેટ સ્ટિવન્સ તે વાંચીને
બહાર આવ્યો. આ યોગ્ય મોકો
હતો. શાંતિએ અને સુનીતિએ
પોતપોતાની રિવોલ્વર ચલાવી એ ગોરા અમલદારને વીંધી નાખ્યો. સ્ટિવન્સનું ત્યાં જ મૃત્યુ નીપજ્યું.
https://www.facebook.com/share/p/eVrddHn4WxMCXDAR/?mibextid=oFDknk