વાત છે આ એક એવા યુદ્ધની,
જ્યાં હું જ પોતાનો વિરોધી છું.
એક કામમાં ફોકસ હોવા છતાં,
નકામી વસ્તુઓ ઉપર મન લલચાય.
સાઇકલ ચલાવતા મારું મન,
રસ્તા કરતા બીજી બધી બાજુ જાય.
૯૯ કામ સાચા કર્યા પછી,
જ્યારે ૧ કામ બગડે ત્યારે,
પોતાને જ નકારતો હું.
ક્યાં જાઉં ? શું કરું ?
અરે !
આયા તો પોતાને હરાવનાર હું જ છું.