લોકો કહે છે તમને ક્ષત્રિય હોવાનો આટલો ગર્વ શા માટે છે,?
તો સાંભળો!
જ્યારે ભગવાન ને મદદ ની જરૂર પડે ત્યારે અમારા ક્ષત્રિયો તરફ મીટ માંડે છે., આ વાતનો મને ગર્વ છે
અમારા પૂર્વજો એટલી ઈજ્જત કમાઈને ગયા છે કે જન્મતા ની સાથે બા અને બાપુ ની પદવી મળી જાય છે., આ વાતનો મને ગર્વ છે.
જયારે ભગવાનને ધરતી પર જન્મ લેવું હોય ત્યારે ક્ષત્રિયાણી ની કોખ ની જરૂર પડે છે., આ વાતનો મને ગર્વ છે.
અઢારે વર્ણની બેન દિકરીની ઈજ્જત અને આબરૂ બચાવવા માટે અમારા ક્ષત્રિયો એ માથાના દાન આપ્યા છે અને યુદ્ધના મેદાનમાં માથા વિનાના ધડ લળ્યા છે., આ વાતનો મને ગર્વ છે
પરિવાર ની ઈજ્જત અને આબરૂ બચાવવા ક્ષત્રિયાણીઓ એ જોહર કર્યા છે., એ વાતનો મને ગર્વ છે.
હિન્દૂ ધર્મને બચાવવા માટે ક્ષત્રિયાણીઓ એ અમૃતની જગ્યાએ ઝેર પાઈને સંતાનો મોટા કર્યા છે., આ વાતનો મને ગર્વ છે.
લોકશાહી માટે 562 રજવાડા અમે રક્તની સરિતાઓ વ્હાવીને તલવાર ની ધાર પર મેળવ્યા હતા એ દાન કરી દીધા એ વાતનો મને ગર્વ છે .
ધરતીને રામ અને કૃષ્ણ ના રૂપમાં ભગવાન અમે દિધા છે., આ વાતનો મને ગર્વ છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "