કલમની તાકાત જોડે કુસ્તીમાં ઉતરતો હું પત્રકાર,
મોટા મોટા માથાઓને ધોબી પછાડ આપતો હું પત્રકાર.!
ભ્રષ્ટ અધિકારીઓની શાન ઠેકાણે લાવતો હું પત્રકાર,
વેશભુષા બદલી સ્ટિંગ ઓપરેશન પાર પાડતો હું પત્રકાર.!
યુવા વયે આર્થિક તંગી ભોગવતો હું પત્રકાર,
પોતાની ભૂખ ભાંગીને બીજાના પેટનો ખાડો પુરતો હું પત્રકાર.!
શિયાળો ઉનાળો ચોમાસુ દરેક ઋતુમાં ટટાર ઉભો રહેતો હું પત્રકાર,
ભૂકંપ,વાવાઝોડું, કે હોય કોઈ તુફાની આફત સામે ચાલી મોત માંગી લેતો હું પત્રકાર.!
કાદવ કીચડ કાંટાળા પથ પર નિર્ભય બની ચાલતો હું પત્રકાર,
સાચી અને સચોટ માહિતી નિષ્પક્ષ રહીને આપતો હું પત્રકાર..!
મોંઘવારી ને ભ્રષ્ટાચારમાં કુટાતી આમ આદમીની કડી બનતો હું પત્રકાર,
"સ્વયમભુ" ભુખ્યો તરસ્યો તડકે તપતો કલમની તાકાત પીરસતો હું પત્રકાર..!🖋️
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ