વૈતાલ હજીય વડલે ઊંધો લટકે છે,
વિક્રમ રાજા પુસ્તકના પાને ભટકે છે.
રીંછ સોટી લઈને જંગલમાં ભટકે છે.
કાચબો રેસમાં રોકેટની જેમ છટકે છે
બે બિલાડીઓ રોટલા માટે લડે છે,
એક વાંદરો આવી રોટલાને બટકે છે.
આ બધી વાર્તાઓ પુસ્તકમાં લટકે છે,
આજનો બાળક મોબાઈલમા અટકે છે.
#H_R