કલિંગર ના હોયને; તો લીંબુનો રસ કાઢ.
જેવી મળી હોય; એવી જિંદગીનો તું કસ કાઢ.
અનુકૂળ પરિસ્થિતિઓ તો ક્યારેય નહીં આવે.
મનમાં; વર્ષોથી ઘર કરી ગયેલી આળસ કાઢ.
કોઈ પણ સફર; એક પગલાથી શરૂ થાય છે.
પાડ પહેલું પગલું; મનમાં રહેલી કશ્મકશ કાઢ.
દુનિયા; તને કેન્દ્રસ્થાને રાખીને નથી બનાવી.
બધું તારી રીતે જ થવું જોઈએ; એવી હવસ કાઢ.
આ દુનિયા તારું નહીં, દરેકનું અપમાન કરે છે,
કોઈ માણસ પર નહીં, તું તારા કામમાં તારું ખુન્નસ કાઢ.
તને સુધારવા; કોઈ અન્ના અનશન નહીં કરે.
તું જ તારી વિરુદ્ધ થઈને; એક જોરદાર સરઘસ કાઢ.
-મૃગાંક શાહ