" જાત જલાવી લીધી "
આથમ્યો સૂર્ય તો "વ્યોમ" જાત જલાવી લીધી.
ઘણી વેળા મૌન રહી મારી ફરજ નિભાવી લીધી.
હું જો કંઈ બોલીશ તો ખળભળાટ મચી જશે,
સંબંધો સાચવવા જ મનમાં વાત છૂપાવી લીધી.
જાણું છું હર કોઈ ઊઠાવે છે મારો ખોટો ફાયદો,
જાણી જોઈને જાતને, મૂર્ખતામાં ખપાવી લીધી.
મારી ખામોશીને મારી કમજોરી ના સમજતા,
એ જ મૌનને હવે મારી તાકાત બનાવી લીધી.
બોલે તેનાં બોર વેચાય, ન બોલવામાં નવ ગુણ,
આ જ વિરોધાભાસમાં જિંદગી વિતાવી લીધી.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.