આપણા હિન્દુ ધર્મમાં વડને અતિ પવિત્ર માનવામાં આવે છે. આપણે ત્યાં વડ સાવિત્રીના દિવસે વડ નું પૂજન કરવામાં આવે છે. મિત્રો હવે તમે વિચારો કે વડનુ જ પૂજન શા માટે કરવામાં આવે છે. ક્યાંય કોઈ ગ્રંથમાં એવું વાંચ્યું કે બાવળીયા ની પૂજા કરો અને ચારે બાજુ દોરા વીટાળો નહીં ને.
તો મિત્રો મને એક શેર યાદ આવે છે
"એ કાટે હી કિયા કરતે હૈ ફૂલો કી હિફાઝત
ફૂલો કો બચાને કોઈ માલિ નહી આતા"
તો વડ નું વૃક્ષ છે આપણા માટે અતિ ઉપયોગી છે તેમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. એટલે એની રક્ષા કરવા માટે તેની તરફ રક્ષા સુત્ર વીટવામાં આવે છે. જેમ વૃક્ષની પૂજા થતી હોય એટલે એ જાણ ને કોઈ કાપે નહીં.
મિત્રો પીપળો 24 કલાક પ્રાણ વાયુ આપે છે. એટલા માટે પીપળી આપણે પિતૃઓના મોક્ષ માટે દીવો કરીએ છીએ. જ્યારે કોઈ બાવળના મૂળમાં આપણે દીવો કરવા ગયા.
મિત્રો વડના ઝાડમાં એન્ટિમાઈક્રોબિયલ., એન્ટિઓક્સિડેન્ટસ, હાઇપોગ્લાઈસેરિક, બ્યુટેનોલ, એઝિન આલ્બ્યુમીન, મેલીન, જેવા તત્વો મોટા પ્રમાણમાં જોવા મળે છે. ડાયાબિટીસના રોગીઓ વડની છાલનું બારીક ચૂર્ણ એક ચમચી રાત્રે પલાળીને સવારમાં પીએ તો પેશાબમાં અને લોહીમાં સુગરની માત્રામાં ઘટાડો થાય છે.
વડના વૃક્ષનું દાતણ કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે અને પાયોરીયા સમસ્યા દૂર થાય છે. વડની છાલ નો ઉકાળો પીવાથી પેટ અને આંતરડાની ગરમી દૂર થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે વડનું ઝાડ વધારે પ્રમાણમાં ઔષધીય ગુણો ધરાવે છે એટલે ચામડીના રોગના દર્દીઓ માટે સંજીવનીનું કામ કરે છે.
વડના નાના ખૂણા પાનનો ઉકાળો પીવાથી રક્ત શુદ્ધ થાય છે. વડના ઝાડ, મૂળ, છાલ ડાળીઓ દરેકમાં પુષ્કળ પ્રમાણમાં ઔષધીય ગુણો રહેલા છે. અનેક રોગના નિવારણ માટે વડના ઝાડના અનેક ભાગો ખૂબ જ ઉપયોગી છે. વડની આયુર્વેદમાં ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં ના ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં વડના ઝાડ જોવા મળે છે.
લી. ચૌહાણ સુરજબા"આર્ય "