Gujarati Quote in Book-Review by Gautam Patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મેજર શૈતાનસિંહ

એક વાર ચર્ચિલે કહેલું કે બહાદુરો
તો યુદ્ધમાં જ પાકે--બાકી રોજબરોજના જીવનમાં માણસની બહાદુરી પ્રગટ થાય નહિ. ભારત-ચીન લદાખના તુમુલ યુદ્ધ દરમ્યાન બિલકુલ એવું જ બન્યું. એક બહાદુર ફૌજી મેજર શૈતાનસિંહ હતા. ચીને સરેરાશ ૧
ભારતીય જવાન સામે ૧૦ સૈનિકોને
યુદ્ધમાં ઉતાર્યા હતા. રાજસ્થાનના
રાજપૂત મેજર શૈતાનસિંહે પોતાની
ચોકીનું રક્ષણ કરતી વખતે દસ નહિ, પણ ઘણું કરીને પાંત્રીસથી ચાલીસ દુશ્મનોને વીંધ્યા. અંતે ખુદ તેઓ બૂરી રીતે ઘવાયા. પેડુમાં બુલેટ વાગી. બે જવાનોએ તેમને ભારતની પઠારી છાવણી
સુધી પહોંચાડવા માટે ઊંચક્યા, ખડકોની ઓથ લેતા ચાલતા ગયા, પણ ચીનની એક સૈનિટુકડીએ તેમને જોયા કે તરત ફાયરિંગ શરૂ કર્યું. બે જવાનો મેજર શૈતાનસિંહને ઊંચકી સ્વબચાવ માટે
ભાગી શકે તેમ ન હતા, એટલે મેજરે તેમને લશ્કરી રાહે હુકમ આપી ફરજમુક્ત કર્યા. આ હુકમ દ્વારા તેમણે પોતે એ ફરજનું પાલન કર્યું કે જેની અપેક્ષા તેમની પાસે લશ્કરી ધારાધોરણ મુજબ રાખવામાં આવી ન હતી. ત્રણ મહિના પછી એ જ સ્થળે મેજ૨ શૈતાનસિંહનો મૃતદેહ મળી આવ્યો, જે હિમ ૫૨ જેમનો તેમ સચવાયો હતો. વખત જતાં શૈતાનસિંહ મરણોત્તર ૫રમવી૨ ચક્રના હક્કદાર બન્યા.
https://www.facebook.com/share/p/RVWPLED4kYoB4Va5/?mibextid=oFDknk

Gujarati Book-Review by Gautam Patel : 111936953
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now