દુનિયા થી લળી લઉં એકલી
પણ ઘર આંગણે જ હારી જાઉં છું
આખો દિવસ કામ કરૂં તોય
ગણતરી માં ક્યા આવુ છું
બધા ના હસતા ચહેરા જોઈ
હુ પણ ખુશ થાઉં છું
બધાય નો ટાઇમ સાચવવા માં
મને ટાઇમ નથી મળતો મારા માટે
એટલેજ જિંદગી ની દોડ માં
હુ પાછળ રહી જાઉં છું.
ગર્ભ થી લઈને સર્જન સુધી
દર્દ ઘણા સહી જાઉં છું
શબ્દો ના બાણ થકી હુ
આજ પણ ઘાયલ થાઉં છું
હુ એક સ્ત્રી છું.
સહન શક્તિ ની મૂર્તિ છું
એનો મતલબ એ નથી કે
હુ પથ્થર ની છું
તમારા જેમ હુ પણ એક ઇન્સાન છું
. લી... સુરજબા ચૌહાણ "આર્ય "