અત્યાર ના યુવાનો દિલ ને હથેળી માં લઇ ને ફરતા હોય છે, કોઇ ને પણ આપી દેતા હોય છે પછી વાતો આત્મહત્યા સુધી પહોંચી જતી હોય છે.
આવા યુવાનો ની ગણતરી ગર્દભ સાથે કરી શકાય, મને ગમતી વાર્તા એક વાર્તા,
તમને સૌને કહુ તો એક ચતુર શિયાળ હતું તે ઘનઘોર જનલ માં રહેતું હતું. એક દિવસ તેની મુલાકાત એક વૃદ્ધ સિંહ સાથે થઇ સિંહ શિયાળ ને ખાઈ જવાનો હતો ત્યાં શિયાળ ને એક યુક્તિ સૂઝી શિયાળ ક્હે બાપુ તમે તો જગલ ના રાજા છો
હવે તમે વૃદ્ધ થઇ ગયા છો ફરી ફરી ને શિકાર કરી શકો તેમ નથી જો મને તમે જીવન દાન આપો તો હુ દરરોજ તમારા માટે એક શિકાર લઇ આવીશ
સિંહ ને આ વાત યોગ્ય લાગી એટલે સિંહ એ હા પાડી શિયાળ ગયું શિકાર ની શોધમાં તેને એક ગધેડો મળ્યો શિયાળ ક્હે ગર્ધભભાઈ જંગલ માં એક સાધુ સ્વભાવ નો સિંહ આવ્યો છે એના દર્શન માત્ર થી બધા પાપ મટી જાય તમે પણ ચાલો મારી સાથે દર્શન કરી લ્યો
ગધેડો ક્હે હુ તો મેહનત નું ખાઉ છું મે કંઈ પાપ નથી કર્યા. ત્યારે શિયાળ ક્હે એ આશીર્વાદ આપે તો તમે ધન્ય થઇ જાઓ
એટલે ગધેડો શિયાળ ની વાત માં આવી ગયો એ સિંહ ના દર્શન કરવા સિંહ ની ગુફા માં ગયો સિંહ તો ગધેડા ની આવતા જ પોતાનો પંજો ઉપર કર્યો અને ગધેડો તો ઉભી પૂછડીએ ભાગ્યો.
પછી શિયાળ એ સિંહ ને કહ્યુ બાપુ તમે ઉતાવળા બહુ છો થોડીક શાંતિ રખાય
જોયું ને ભાગી ગ્યું ને ગધેડો. સિંહ ક્હે પાછો લઇ આવ ત્યારે શિયાળ તેને પાછો લેવા ગયો. ત્યાં ગધેડો ક્હે એ મને મારી નાખત ત્યારે શિયાળ ક્હે તમારી નાત જ બીકણી છે એટલે જય તો તમે પાછળ રહી ગયા.
બાપુ તો તમને આશીર્વાદ આપવા માટે હાથ ઉપર કર્યો હતો.
ગધેડો ક્હે એમ મને એમ કે મને મારવા માટે કર્યો હશે
બને પાછા આવ્યા હવે સિંહ ધ્યાન માં બેઠો હતો ગધેડો આવ્યો સિંહને પ્રણામ કર્યા કે સિંહે એક તરાપ મારી કે ગધેડા ના રામ રમી ગયા. સિંહ શિકાર મૂકી ને હાથ મુ ધોવા ગયો અને શિયાળ ને કહેતો ગયો કે શિકાર ની ધ્યાન રાખજે. સિંહ હાથ પગ ધોઈ ને આવ્યો કે ગધેડા ના નાક કાન ગાયબ હતા એટલે સિંહે શિયાળ ને કહ્યુ અલ્યા આના નાક કાન ક્યા ત્યારે શિયાળ ક્હે
"બાપુ નાક કાન હતા જ નહીં નાક કાન હોય તો એકવાર ગયા પછી પાછો આવે"
લી. ચૌહાણ સુરજબા "આર્ય "