જ્યારે બાળક સરળતાથી તમારી સામે સ્માઈલ આપે છે, ત્યારે જગતની બધી જ મુશ્કેલીઓ ભૂલી જઈએ, આપણે પણ સ્માઈલ આપીએ છીએ. એટલું જ નહીં આપણે બાળકની સાથે રમવા પણ માંડીએ છીએ.🧞♂️🧞♂️🧞♀️ ઈશ્વરે અદભુત રીતે આપણને સાંસારિક સુંદરતા માણવાના તકો આપી છે. એમાંનું આ એક છે. શું બાળકને જોઈને આપણે આપણું ઘણું દુઃખ ભૂલી નથી જતા? 🧙♀️🧙♀️
જ્યારે કાળઝાળ ગરમી એનો તડકો પડતો હોય અને આપણે ચાલ્યા જતા હોય , અચાનક એક સુંદર વૃક્ષ આવે એની નીચે ઉભીને આપણે પાંચ મિનિટ માટે પણ જે ઠંડી લહેરનો ઝોકો અનુભવીએ છીએ ત્યારે જ આહલાદકતા અનુભવ થાય છે એ વિશ્વની સૌથી સુંદર આહલાદકતા નથી? 🌳🌳🌴🌲
વિચાર કરો જ્યારે મુશ્કેલીમાં હોય એને ક્યાંયથી રસ્તો દેખાતો ન હોય ત્યારે અચાનક જ કોઈ અજાણ્યો માણસ કે અજાણ્યા વિચારો કે ટીવી માંની એક સામાન્ય એડ આપણને પ્રેરણા આપી જાય છે. આપણા દુઃખ વચ્ચે રસ્તાઓ બતાવી જાય છે. શું આ ઈશ્વરની સુંદરતા નથી કે આપણને એ અલગ અલગ રસ્તાઓ થી પણ આપણા સુધી પહોંચી અને આપણી સમસ્યાનો નિરાકરણ કરે છે. આ અચાનક દુઃખો વચ્ચે મળેલી મદદ એ સુંદરતા નથી? 🦄🦄
વિચાર કરો તમે કોઈ ના ઓળખતા એવી જગ્યાએ જય ચડો છો અને કોઈ અજાણી વ્યક્તિ પણ તમને આવી અને મદદ કરી જાય છે. 🤠 તમને ભૂલેલા રસ્તે થી તમારા ઘર સુધી પહોંચાડી જાય છે. ઈશ્વરે રચેલી આ સૃષ્ટિની આ સૌથી સુંદર બાબતો છે શું ક્યારે આનો અનુભવ કર્યો નથી? 🥳
ઈશ્વરે દરેક વ્યક્તિને કોઈને કોઈ રૂપે આવીને મદદ કરેલી છે. મિત્રના રૂપમાં, માતાના રૂપમાં, અજાણ્યા વ્યક્તિના રૂપમાં, અજાણ જગ્યાએ એકલા અતુલા ઉભેલા વૃક્ષના રૂપમાં, કંઈ નહીં તો સદવિચારોના પ્રેરણા ના રૂપમાં. આપણે નાની નાની વસ્તુઓમાં ઈશ્વરની સુંદરતા અને એનો આપણા પ્રત્યેનો પ્રેમ જોતા ભૂલી જઈએ છીએ. આપણામાં માણસ તરીકે આ સુંદરતા ભગવાને નથી નાખી કે આપણે આ બધું જોઈ શકીએ?
😍🥰😘
#Beauty