આ એક સત્ય ઘટના છે.એ સમય માં લોકો કચ્છના નાના રણમાં અત્યારે જ્યાં ધોળાવીરા છે ત્યાંથી થોડાક કિલોમીટર દૂર છે બાર ગાઉ એટલે પાકિસ્તાન 36 કિમી દૂર છે. હવે આપણે મૂળ વાત પર આવીએ તો જ્યારે ભારત પાકિસ્તાન એક હતા ત્યારે લોકો કચ્છ ના નાના રણ માં થી અવર જવર કરતાં હતા
એ સમય માં એક વ્યક્તિ માલ ઢોર વેચવાનો ધંધો કરતો હતો. કચ્છ માંથી ઊંટ બકરા વગેરે લઈને સિધ પારકર માં વેચતો અને ત્યાં પાકિસ્તાન થી લઇ આવીને ભારતમાં લઇ આવીને કચ્છ માં વેચતો.
એક વખત એ વક્તિ કચ્છ માંથી ઢોર વેચી થરપારકર જઈ રહી હતી.તે પોતાના ઊંટ ઉપર હતો. થાકી ગયો હતો. તરસ પણ લાગી હતી. અને કાળી ચૌદસ ની રાત હતી. એ વક્તિ ઊંટ પર થી આજુ બાજુ જોતી જતી હતી કે કોઇ ઘેટાં બકરા વાળા મળી જાય તો પાણી પણ મળી જાય અને ખાવનો પણ વેંત થઇ જાય.
એ આમતેમ નજર દોળાવ્યે જતો હતો,ત્યા એની નજર એક ઉજાસ તરફ ગઈ તે માણસ તે ઉજાસ તરફ પોતાના ઊંટ ને લઇ ને જવા લાગ્યો.
તે જેમ જેમ ઉજાસ નજીક જતો ગયો તેમ તેમ ઉજાસ વધતો ગયો. તે હવે સાવ નજીક પહોંચી ગયો તે થાકી ગયો હતો એટલે તેણે પાણી માગ્યું. એટલે એક લાલ કપડાં પહેરેલા માજીએ પાણી આપ્યું.
અને તે ત્યાં બેઠો ત્યાં લગ્ન જેવો કોઇ ઉત્સવ ચાલી રહ્યો હતો. ઘણા લોકો હતા એ ઉત્સવ માં ચોખા ઘી માં લાપસી બની રહી હતી. એને થયુ હવે ખાઈ ને પછી સવારે જઈશ. એટલે એતો રાત્રે લાપસી ખાધી. પાણી પીધું. પછી એને નિંદર આવતી હતી એટલે ઊંટને એક નાના ઝાડ સાથે બાંધી દીધો પછી પોતાની પાસે એ સમય ના ચલણી ના સિક્કા હતા પાંચિયા તે એ લાલ કપડાં વાળા માજી ને આપી ને સુઈ ગયો.
એ તો આખા દિવસ નો થાકેલો હતો એટલે ઘસઘસાટ ઉંઘ આવી ગઈ સવાર ના ઉઠ્યો તો પોતે એકલો હતો આજુ બાજુ કોઈ ના હતો એક ઊંટ અને એક પોતે આખા રણમાં એતો આભો જ બની ગયો.
જલ્દી થી ઊંટ પર બેસી ને પોતાના ગામ આવતો રહ્યો. પછી ગામના વડીલો ને માંડીને વાત કરી. ત્યારે વડીલોએ કહ્યુ ત્યાં કાળી ચૌદસ ના દિવસે ભૂત થાય છે મેળો લાગે છે ભૂતો નો. ત્યારે એ વ્યકિત ક્હે મે મારા પૈસા આપ્યા એ ડોસીમાં ને એનું શુ ત્યારે લોકો ક્હે જો તને બીક ના લાગે તો આવતા વર્ષે કાળી ચૌદસ ના તુ જાજે અને એ ડોસી માં ને કહેજે કે મે તમને રૂપિયા આપ્યા એ પાછા આપો તને આપી દેશે.
પછી એ વક્તિ કાળી ચૌદસ ના પાછી ત્યાં ગઈ અને વળી પાછો એજ નજારો જોયો એ ડોસી માં ત્યાં બેઠા હતા એ ક્હે મે તમને રૂપિયા આપ્યા હતા એ પાછા આપો પછી લાલ કપડાં વાળા માજીએ પૈસા ની પોટલાં આપી અને એ વ્યક્તિ પોતાના પૈસા લઈને આવતી પાછો આવતો રહ્યો.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "