Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નારદમુનિના અવતરણ પર્વે, નમન તમને કરીએ,
પ્રમાણ ભક્તિનું પાથરાવીએ, પ્રેમના રંગ રંગીએ.

વિષ્ણુનામની વિણા ધરીને, જગતમાં ભક્તિ પાથરી,
વિષ્ણુ વંદના કરો આપ, નારદજી આપ ધર ઘર પધારી.

સાચા સાધુ, સંત શિરોમણિ, ભક્તિનું મંત્ર ગાય,
જ્ઞાનનો વારસો વહાવી, જગને પ્રેરણા આપાય.

સ્વર્ગથી ધરા પર આવ્યા, તારા સમાન તેજ ઝળકે,
દરેક હ્રદયમાં પ્રેમ પ્રગટાવી, ભક્તિનો દિપ પ્રગટે.

સંતોના સંત નારદ, તમનુ નામ સદાયે અમર,
પ્રભુના પ્યારા, જગના તારા, તમનુ યશ છે અખંડ.

નમન તમારી સિદ્ધિને, ભક્તિના સિદ્ધાંતને જાણે સુખ,
અમને ભક્તિનો દીવો આપો,હરો પ્રભુ ભકત નરના દુઃખ
નર

Gujarati Poem by Naranji Jadeja : 111933149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now