સ્ત્રી એ શક્તિ, સંસ્કાર અને સાહસ અને સેવાનું પ્રતીક છે. શિવાજી રૂપે સાહસ, શક્તિ અને સંસ્કાર આપનાર જીજાબાઈનું યોગદાન ન ભૂલાય, ગાંધીજીને મહાત્મા બનવા પાછળ કસ્તુરબા પીઠબળ હતા. મધર ટેરેસા જેવા સેવા નિષ્ઠ સમાજને એક માતાની અનુભૂતિ કરાવે તેમ છે.
મીરાબાઈ, પાનબાઈ અને ગંગા સતી આધ્યાત્મિક ક્ષેત્રે ઓજસ પાથરનાર છે. તોરલ એક એવી સ્ત્રી જે ભટકેલા ને પણ રાહ દેખાડી દે.
રાણી લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ કે નાયિકા દેવી એક શકિતનું પ્રતીક સાથે ભારતની ભાતીગળ વારસાને ઉજાગર કરનાર છે.
સ્ત્રીને કમજોર શબ્દ કે બીજા પર નિર્ભર માનવી વિરોધાભાસ છે.. સ્ત્રી શબ્દ જ સાહસ, શક્તિ, સંસ્કાર અને સેવાનું પર્યાયવાચી છે....
#Women