Gujarati Quote in Poem by Dr Bharti Koria

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું બોલાવું અને તું દોડી આવે,
ક્યારે મનમાં તને સવાલ ના આવે,
મારા તારાથી પર આપણે બંને,
ક્યારે વચ્ચે શંકાઓની ગોટ ના આવે,
તો જાણ જે આપણો સંબંધ સફળ.

એકવાર આવે પછી વારંવાર આવે,
કરેલા સોદાઓ ફરી ફરીને આવે,
ક્યારે નફામાં ક્યારે નુકસાનમાં ચાલતું રહે,
પણ ગ્રાહકના મનમાં ક્યારે ઓટ ના આવે,
તો જાણ જે આપણો વેપાર ધંધો સફળ.

સત્યના માર્ગ પર આપણને દોરે,
આવતી બલાઓથી આપણને બચાવે,
રંગ રાખે એ આત્માના ઉજાસ નો,
ક્યારે આનંદમાં દુઃખની ચોટ ના આવે,
તો જાણ છે ક્યાંક ને ક્યાંક આપણો ધર્મ સફળ.

મળતા રહીએ આપણે વારે તહેવારે,
હળવાશથી આનંદની પળો માણીએ,
વાટ જોઈએ આપણે એકબીજાની રાહમાં,
ક્યારે વ્યવહારમાં ખોટ ના આવે,
તો જાણજે આપણો કુટુંબ-કર્મ સફળ.

મનમાં ક્યારે યુદ્ધ ધમાસણ ના ચાલે,
જીવતરમાં ક્યારે લાકડી નો આશરો ના ચાલે, અગાધ શાંતિ અને સંતોષ નો આખરી પલ હો,
મુસ્કુરાહટ સાથે મોત જો આવે,
તો જાણજે તારા જીવન- મર્મ સફળ. ...



💐💐💐💐💐




#Success

Gujarati Poem by Dr Bharti Koria : 111932617
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now