Gujarati Quote in Poem by Dr Bharti Koria

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું કુદરત છું,
કહેવામાં માતા કહેવાય છું,
પરંતુ મારે સાતા ઘવાય છે,
બની છોરું મારું ઓ માનવ,
કેટલા ઘાવ મને અપાય છે,

હું કુદરત છું,
સુરજ મારો પ્રકાશ અને
ચાંદ મારો અજવાસ છે,
વન વગડામાં આગ લગાડી મારા,
ક્યા શહેરોમાં અજવાળા થાય છે.

હું કુદરત છું,
મંદ લહેરો મારી ઠંડક છે,
દરિયો મારો આહલાદક છે,
બંધ બારણા ની ઠંડી હવા ની લાલચ,
એસી ના નામે દાવાનળ ફુકાય છે.

હું કુદરત છું,
ધરતી મારી પાયો છે,
પાયાને ખૂબ ખોદી નખાયો છે,
ધાવજી લઈને હું રોડના,
ડામર નો ડામ દેવાયો છે.

હું કુદરત છું,
હવે કુદરત ના નામે,
અપાકૃતિક છોડ વવાય છે,
મારામાં છેદ કરીને પાણી માટે,
છાતી મારી વારેવારે વિંધાય છે.

હું કુદરત છું
માતા કહીને મને મરણ ના ચરણમાં,
દિવસે દિવસે દફનાવાય છે.
હું કુદરત છું,હા,..હું કુદરત છું.




#Nature
#poem

Gujarati Poem by Dr Bharti Koria : 111931432
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now