નવજાત શિશુનું સ્વાગત અહીં પુષ્પો થકી થાય છે,
માં બાપ ની અંતિમયાત્રા વાહનોમાં લઇ જવાય છે.
ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દેવાય છે,
ગરીબ ના છોકરા અહીં ભૂખ્યા મરી જાય છે.
શ્રીમંતોની કબરો પર ઘીના દિવા થાય છે,
ગરીબ અહીં ખાંપણ વગર રહી જાય છે.
ગુનેગારો ગુનો કર્યા પછીયે નિર્દોષ છૂટી જાય છે,
ગરીબ અને લાચાર કાનૂનની ચક્કી માં પીસાય છે.
દેશમાં કાનૂન વ્યવસ્થા હોવા છતાં ક્યા કોઇ પકડાય છે,
કાનૂન ની સાથે વકીલ, અને જજ પણ ખરીદાઈ જાય છે.
"આર્ય" આ દોરંગી દુનિયામાં જીવતા વગોવાય છે,
મૃત્યુ પછી અવનીના ચોતરફ વખાણના પુલ બંધાય છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "