મિત્રો હું ચા નથી પીતી એટલે ચા બનાવતા અને ચા વિશે લખતા મને નહિ ફાવે. આજે હું આપણા ભગવાન શંકર વિશે વાત કરૂં તો ભગવાન શિવ ના ઘણા નામ છે પણ સૌથી વધારે જો કોઈ નામ પ્રચલિત હોય તો એ છે "ભોળાનાથ "
મિત્રો મેં સૌ પ્રથમ શિવ મહાપુરાણ વાંચી એટલે હું ભગવાન શંકર ને મારા ગુરૂ માનું છું. ભગવાન શંકર ભધાને ભોળા લાગે છે, પણ હકીગત માં તમે વિચાર કરો કે જે આખા બ્રહ્માંડ નું સંચાલન જે શક્તિ કરે છે એને તમે ભોળા કઈ રીતે કહી શકો છો. ભગવાન શંકર ત્રણે કાળ ના જ્ઞાતા છે અષ્ટ સિદ્ધિ નવ નિધિ ના દાતા છે. એ ભોળા હોઈ શકે.
લોકો કહે છે ભોળાનાથ
"આખી સૃષ્ટિ ના રચિયતા છે છતાં
એમને કોઈ વાત નો અભિમાન નથી"
ત્યાં જ આપણી ઇન્સાન ની બુદ્ધિ ટૂંકી પડે છે અને ભગવાન શિવ શંકરની બુદ્ધિ શક્તિની શરૂઆત થાય છે. આખું બ્રહ્માંડ ભગવાન શંકરે બનાવ્યું છે. આપણી પૃથ્વીને ફક્ત 48 ગ્રહો વાતાવરણ પુરૂ પાડે છે. જેમાં 27 નક્ષત્ર,9 ગ્રહો, અને 12 રાશિ નો સમાવેશ થાય છે. આતો આપણી ધરતી ની વાત થઈ આવા તો અસંખ્ય ગ્રહો બ્રહ્માંડ માં છે. જેને ચલાવનાર ભગવાન શિવ છે તો તમે જ વિચાર કરો.
આખા બ્રહ્માંડ ને ચલાવનાર ભોળો કઈ રીતે હોઈ શકે?
સમુન્દ્ર મંથન વખતે ભગવાન શંકરે વિષ પીધું કારણ કે લો ઓફ ગ્રેવીટી માં ભગવાન શંકર ફેરફાર કરી શકે છે. ઝેર નું અમૃત કરી શકે છે. પુત્ર ગણેશ ને હાથી નું મસ્તક લગાવ્યું લો ઓફ ગ્રેવીટી માં ફેરફાર કરીને. આ સમગ્ર ભ્રહ્માંડ લો ઓફ ગ્રેવીટી થઈ ચાલે છે અને એ લો ઓફ ગ્રેવીટી ભગવાન શંકર ચલાવે છે, ભૂત, ભવિષ્ય, અને વર્તમાન ભગવાન શંકર ના હાથ માં છે.
ભગવાન શંકર અજન્મા ભગવાન છે કારણ એ લો ઓફ ગ્રેવીટી ના કણો માંથી ઉત્પ્ન્ન થયા છે. લો ઓફ ગ્રેવીટી ના બે પ્રકાર છે ભગવાન શિવ એટલે
મહેશ પોઝિટિવીંટી 50% + 50%નેગેટિવીટી ,
પછી ભગવાન વિષ્ણુ પોઝિટિવીટી 75 %+ નેગીટીવીટી %25 છે. પછી બ્રહ્મા પોઝિટિવીટી 25%+ નેગીટીવીટી 75 %છે.
તમે જોયું હશે કોઈ ધાર્મિક ગ્રંથમાં બ્રહ્મા નું નાનપણ નું ફોટો નથી તો વૃદ્ધ વ્યક્તિ ક્યારે થાય લો ઓફ ગ્રેવીટી ઓછી થાય ત્યારે. ભગવાન વિષ્ણુ ને હમેશા યુવાન બતાવવામાં આવે છે કારણ 75 % પોઝિટિવીટી છે. એમની પાસે
અને ભગવાન શંકર ને વિષ્ણુ પ્રાણ પ્રિય છે એનું કારણ એજ છે
તમે જોયું હશે બ્રહ્મા નું વિશ્વમાં ફક્ત એક મંદિર છે
કારણ મંદિર પોઝિટિવીટી નું પ્રતીક છે.
"ના જોયું બ્રહ્મા એ બાળપણ
ના વિષ્ણુ એ જોયું વૃદ્ધત્વ
અખિલ બ્રહ્માંડ ફર્યો "આર્ય "
બીજો શિવ ના જોયો બ્રહ્માંડમાં" ✍️ચૌહાણ સુરજબા "આર્ય "