ઈમાનદારી નો છાસ રોટલો ખાઈ લઈશ,
બેઈમાનીના છપ્પન ભોગ મને નહિ ભાવે.
પ્રેમ થી આપશો તો ઝેર પણ પી લઈશ,
તિરસ્કાર નું અમૃત અમને નહિ ફાવે.
મળવું હોય તો સત્યના રસ્તે મળજો આ જુઠા,
લોકોની સાથે સ્મશાનમાં બળતા મને નહિ ફાવે.
મૃત્યુને પણ હું ખુમારીના માર્ગે શોધીશ આમ,
કાયરના મોતે અમને મરતા નહિ ફાવે.
હું પોતા માટે ઓછું અને બીજા માટે વધારે જીવ્યો છું,
આમ યાચક થઈને કટોરા લઈને ફરતા મને નહિ ફાવે.
મારા દિલમાં જગ્યા ખાલી છે ત્યા બિરાજમાન,
થઈ જજે ઈશ્વર મંદિરો ના ધકા ખાવા મને નહિ ફાવે.
✍️ચૌહાણ સુરજબા "આર્ય "