મિત્રો ઘણી વખત તમે વાચ્યું હશે કે જે ઘરની સ્ત્રીઓ પિયર ના રિમોટ થી ચાલતી હોય એ ઘર બરબાદ થઈ જાય છે, તો મિત્રો આ અર્ધ સત્ય ને હું પૂર્ણ કરી દઉં કે જે ઘરમાં લગ્ન પછીએ દિકરીનું ચાલતું હોય એ ઘર પણ બરબાદ થઈ જાય છે.
આવુ એક બીજું પણ છે, કે ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે કર્મ કરો તો ઈશ્વર ને આપવું પડે છે, તો આ અર્ધ સત્ય ને પણ આપણે પૂર્ણ કરી દઈએ કે શુ કરવું શુ ના કરવું એ પણ ધર્મ જ શીખવે છે કારણ કર્મ શરીર નો વિષય છે ધર્મ આત્મા નો વિષય છે.
અને ત્રીજું
" દિકરી પિયર માં આવે એ હર માં બાપ ને ગમે છે "
પણ બહુ પિયર જાય એ 90% સાસુ સસરા ને નથી ગમતું......
આ વેકેશન માં જે નણદો પિયર માં આવે છે એમાં એના બાપનું ઘર છે કોઈને આવવાની ના નો કરાય પણ અમુક તો એવી લંકા લગાવી જાય છે જે બાર મહિના પાણી નાખો તોય ઓલાતી નથી માટે મારી બહેનો ને ભલામણ છે કે પિયર ભલે જાઓ પણ હનુમાન થઈને લંકા ના લગાવો.
અમુક બહેનો પિયર જાય તો ભાઈઓ ને કહે ભાઈ ભાભી ના હાથ માં વહેવાર ના આપતો. ઘણા ને એવો વહેમ હોય છે કે ભાભી ના હાથ માં વહેવાર આપશે તો ભાભી પોતાના પિયર પૈસા મોકલશે. તો આવિ ખોટી શિખામણ ના આપવી ભાઈને.
પછી પાછી જાય ત્યારે કહે ભાભીએ સાડી ના આપી ક્યાંથી આપે તમે જ ભાઈને કહ્યુ હતું. ભાભી ના હાથ માં વહેવાર ના આપતા. ભાઈ તો સાડી પહેરતો નથી કે તમને આપે.
અત્યારે આટલું બસ બીજું પછી ક્યારેક કારણ સત્ય લીમડા જેવું કડવું હોય વધારે કોઈને ગમશે નહિ ..... ✍️ચૌહાણ સુરજબા "આર્ય "