માઁ, સમજાતું નથી શું લખું
તારા જન્મદિવસ પર...
ઘણું લખાયું માઁ માટે
બધી જ ભાષામાં...
તોય મને જડતું નથી,
શું લખું માઁ તારા માટે...
છે ઘણું મનના શબ્દકોશમાં,
તોય વર્ણવાતું નથી...
છતાં, વગર મારા બોલે, વગર મારા લખે...
તું કેમ કરતા વાંચી લે છે,
મારી આ આંખોને...
માઁ, તારી આ કળા હજી
મને સમજાતી નથી...
માઁ, સમજાતું નથી શું લખું
તારા જન્મદિવસ પર...
ખ્યાતિ 'સિદ્ધયતિ'