પ્રેમ જો સાચો હોય તો જીંદગી
આબાદ થઇ જાય છે
પણ સાચો પ્રેમ હમેશા
અધૂરો રહી જાય છે
ફક્ત કાંમ પૂરતો નાતો હોય તો
જીવન બરબાદ થઇ જાય છે
લોકો યુવાની માં સોં ફૂટ ના
ખાડામાં તો પડી જાય છે
પછી બહાર નીકળવા માં
આખી જીંદગી વહી જાય છે
એક ગલતી સોં સત્કર્મ
પર ભારી પડી જાય છે
કિસ્મત સાથ ના આપે ત્યારે
પોતાના પણ પારકા થઇ જાય છે
આર્ય અહીં અજાણ્યાઓ
થી તો ઉમ્મીદ શુ રાખવી
સૂર્ય પીઠ પાછળ હોય ત્યારે ડરથી પડછાયો
આપણી વિરુદ્ધ ઉભો રહી જાય છે
લી.... સુરજબા ચૌહાણ "આર્ય "