મિત્રો આપણા ભારત દેશ માં હવે એવી અતિ બુદ્ધિસાળી પ્રજા પેદા થઇ ચુકી છે કે જેને ખુદ બ્રહ્મા પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવે તોય ભણાવી કે સુધારી શકે એમ નથી.
આજે આપે ઘણા લોકો ના સ્ટેટ્સ માં જોયું હશે એમાં એવુ લખ્યું હશે કે પહેલા પ્રેમ લગ્ન ભગવાન શિવ ના થયા હતા પાર્વતી સાથે.
તો મિત્રો મારે એ બુદ્ધિ જીવીઓ ને એટલુજ કહેવું છે કે ભગવાન ભોલેનાથ અને પાર્વતી નો પ્રેમ શરીર નો નહીં આત્મા નો પ્રેમ છે. એને અત્યાર ના પ્રેમ લગ્ન સાથે ના જોડી શકાય.
પ્રેમ એક શક્તિ છે. પ્રેમ બહુ ભારી શબ્દ છે આટલો હલકા માં ના લેવો જોઈએ અત્યાર ના યુવાનો પ્રેમ ના નામે કામ ને સેવે છે કામના ગુલામ છે ભગવાન શિવ એ કામને માર્યો છે એના પર વિજય મેળવ્યો છે.
અને શક્તિ શિવની જ છે પાર્વતી આગળના જન્મ માં દક્ષ પ્રજાપતિ ની દિકરી સતી હતી ત્યારે પણ શિવ સાથે જ વિવાહ થયા હતા. શિવ અને શક્તિ નો આત્મા નો સબંધ છે.
મિત્રો ઘણા લોકો ને મે એવુ કહેતા સાંભળ્યું છે કે કૃષ્ણ ને તો ઘણી પટરાણીઓ હતી. કૃષ્ણ કરે તો રાસલીલા અને માનવ કરે તો કામલીલા.
તો મારા વ્હાલા મુર્ખાઓ કૃષ્ણ ભગવાન છે ભગવાન નો ઇન્સાન સાથે કે કોઇ પણ જીવ સાથે આત્મા નો સબંધ હોય શરીર સાથે નહીં.
શરીર માં આપણે માનીએ છીએ,ભગવાન આત્મા માં માને છે જીવ ની કોઇ જ્ઞાતિ, ધર્મ, કે જાતિ નથી, તમે ગમે તે ધર્મ ના હોવ ઈશ્વર એકજ છે. એના નામ અલગ છે.✍️ચૌહાણ સુરજબા "આર્ય "
🙏