ક્યારેક એમ થાય છે કે કોઈનું ખોટું ન કરનાર વ્યક્તિને કેમ વધું સહન કરવું પડે છે? શા માટે મુશ્કેલીઓ એનો પીછો જ નથી છોડતી ? એક સાંધે ને તેર તૂટે એવી હાલત હોવા છતાંય એવું તો કયું બળ એને ખરાબ માણસ થતાં રોકે છે? જો એ માણસ ધારે તો એ પણ બીજા લોકોની જેમ બદલાઈ શકે છે, પોતાના સ્વમાનને ગીરવે મૂકી શકે છે, સૌનું હિત વિચારવાને બદલે માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ સાધવા એ પણ ગમે તે ભોગે જઈ શકવા સક્ષમ છે. તેમ છતાંય કેમ એ માણસ પોતાના મુશ્કેલીઓના સમયમાં પણ સૌનું મંગલ થાઓ ! એવી પ્રાર્થના કર્યે રાખે છે? સૌના કલ્યાણ અર્થે કાર્યે કરે રાખે છે. શા માટે?
દિલની વાત ♥️