પાંદડાએ રંગ બદલ્યું ને વૃક્ષે,
ડાળી થી દૂર કરી દીધું .
બાળપણ વીત્યું કે માતાએ
ખોળેથી બાળકને ઉતારી દીધું.
યુવાની આવીને ચાલી ગઈ ,
હવે તો ઘઢપણએ દસ્તક દીધું.
આ જીવન ફરતો રહ્યો માયાના ,
મોહમા ક્યારેય રામ નામ ન લીધું.
ઇન્સાન એ પ્રાણ તજ્યા ને,
સ્વજનોએ સળગાવી દીધું .
અંતે રામનામ સત્ય હે કહીને,
દુનિયાએ અલવિદા કહી દીધું.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "