સિકોતર માતા
વીસમી સદીના પૂર્વાર્ધ કરતાં પણ ખૂબ પાછળ
દૂરના ભૂતકાળમાં જાવ તો એ વખતની સિંઘુ-
હડપ્પા સંસ્કૃતિ દરમ્યાન પણ વહાણવટું બહોળા
પાયે ચાલતું હતું. આજથી લગભગ ૫,૦૦૦ વર્ષ
પહેલાં (આજના પાકિસ્તાનમાં આવેલાં) મોહેં-જો-
ડેરો તથા હડપ્પા નગરો ઉદ્ભવ્યાં, તો ગુજરાતમાં લોથલ અને ધોળાવીરા સમૃદ્ધ નગરો તરીકે ખીલ્યાં. ગુજરાતનો ભૂસ્તરીય નકશો ત્યારે બહુ જુદો હતો. વર્તમાન લોથલનું તેમજ ધોળાવીરાનું ભૌગોલિક સ્થાન જોતાં કલ્પી ન શકાય કે તેમને દરિયા સાથે ક્યારેક જોડાણ હતું. આજે લોથલ અને સમુદ્રકાંઠા વચ્ચે ૧૮ કિલોમીટર જેટલું અંતર, પણ ચારેક હજાર વર્ષ પહેલાં તે સાબરમતી અને ભોગાવો નદીઓના મુખપ્રદેશ પર આવેલું હતું.
આફ્રિકાથી તેમજ અખાતથી ગુજરાત આવતાં વહાણો ધોળાવીરા બંદરે તો ખંભાતના અખાત ઉપરાંત કચ્છના અખાત દ્વારા પણ પહોંચી શકતાં હતાં. સિંધુ અને સરસ્વતી નદીઓ ત્યારે કચ્છના સમુદ્રમાં તાજું,
મીઠું પાણી ઠાલવતી હતી. કોઇક અશુભ ઘડીએ સરસ્વતી લુપ્ત બનવા લાગી, જ્યારે સિંધુનું મુખ તો લગભગ બસ્સો વર્ષ અગાઉ ૧૮૧૯ સુધી કચ્છના સમુદ્ર પર હતું. ભારે તીવ્રતાનો ભૂકંપ એ વર્ષે થયો અને તેણે સિંધુના પ્રવાહને વાળી દીધો. બીજું મોટું પરિવર્તન સાગરસપાટીમાં આવ્યું. સાગરસપાટી આજે છે તેના કરતાં ત્રણ-ચાર હજાર વર્ષ અગાઉ ચડિયાતી હતી, એટલે સૌરાષ્ટ્ર તથા કચ્છ ત્યારે દ્વીપો હતા. કચ્છનું મોટું રણ તો એ વખતે વહાણો હંકારી શકે તેવોસમુદ્રમાર્ગ હતું.
યમનથી ૩૪૦ કિલોમીટર દક્ષિણ-પૂર્વે આવેલા સુખધરા
દીપે પહોંચ્યા બાદ ગુજરાતના સાગરખેડુઓ તેમની સલામતી જળવાયા બદલ દીવો-અગરબત્તી કરતા હતા. દ્વીપ બરાબર મોકાના ભૌગોલિક સ્થાને હોવાના કારણે તેમનો જીવનરક્ષકતારણહાર બન્યો, માટે તેને દેવીસ્વરૂપે મહિમામંડિત કર્યો.
દ્વીપ સોકોત્રી માતા તરીકે ઓળખાવા લાગ્યો. સોક્રોટાની
ગુફાઓમાં તેમણે માતાની સ્તુતિ કરતાં શબ્દો પણ ચૂનાના
પથ્થરો વડે લખ્યા. લિપિ તે જમાના પ્રમાણે બ્રાહ્મી હતી. એક મોટી ગુફામાં આશરે ૨૦૦ સૂત્રો હજી પણ સહેજ આછી ભાતમાં જોવા મળે છે.
ઇ.સ. ૧૬૧૫માં ભારત પહોંચેલો અને દિલ્લીમાં જહાંગીરને મળેલો સર્વપ્રથમ અંગ્રેજ દંત થોમસ કેટલોક સમય ટાપુ પર રોકાયો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીને પણ ત્યાર પછી રસ જાગ્યો. આજે કદાચ જાણીને
અચરજ થાય કે વર્ષો સુધી સોકોટ્રા મુંબઇ ઇલાકાનો ભાગ ગણાતો રહ્યો.
દરિયાઇ ખેડ કરીને હેમખેમ સ્વદેશ આવતા વહાણવટીઓ સોકોટ્રાનુંઋણ માથે ચડ્યાનું ગણી તેના નામે પૂજાપાઠ કરતા હતા.
ભક્તિભાવ હોય તો ભજવા માટે ભગવાન પણ જોઇએ,
એટલે સોકોટ્રા દ્વીપનું તેમણે દૈવીકરણ કરી નાખ્યું. દેવીનું નામરાખ્યું સિકોતર, જે શબ્દ સોકોટ્રાનો અપભ્રંશ હતો.
ભરૂચ,ઘોઘા, સુરત અને લોથલ બંદરમાં પણ સિકોતર માનાં મંદિરો બાધવામાં આવ્યાં. વહાણવટી મા એ તેનું વૈકલ્પિક નામ હતું.
સિકોતર મા અરેબિયાની ભૂશિર પાસે હંકારતાં વહાણો પ્રત્યે ક્રોધિતબનતી અને તેના પ્રકોપને લીધે
તોફાનો મચતાં હતાં. તોફાનનું નાકું સહીસલામત રીતે પાર થવા દીધા બદલ દરિયાખેડુઓ સિકોતર માની
સ્તુતિ કરતા હતા. હકીકત જે પણ
હોય, પરંતુ ગુજરાતનાં ઘણાં બંદરો
પાસે સિકોતર માનાં મંદિરો બાંધવામાં
આવ્યાં. અમુક મંદિરો વહાણવટી
માનાં કહેવાતાં હતાં, પણ વાત તો
છેવટે એ જ હતી.
સોકોટ્રા પર છે એવી વનસ્પતિસૃષ્ટિ
અને પ્રાણીસૃષ્ટિ જગતમાં બીજે ક્યાંય
નથી. ઉદાહરણ તરીકે dragon
tree નામે ઓળખાતા ત્યાંના વૃક્ષ
પર કુહાડી વડે છેદ પાડો ત્યારે લોહી જેવું જ લાલ પ્રવાહી નીકળે છે. કાંટેદાર બખ્તર જેવી ઢાલવાળો કાચિંડો પણ માત્ર સોકોટ્રામાં જોવા મળે છે.
દક્ષિણ પ્રશાંત મહાસાગરના ગાલાપાગોસની જેમ
સોકોટ્રા પણ ઉત્ક્રાંતિનું મ્યુઝિયમ છે, પણ ત્યાં બે વચ્ચેનું
સામ્ય પૂરું થાય છે. ભિન્નતા એક પાત્રને લીધે છે : એ પાત્ર ગુજરાત-હડપ્પાના સાગરખેડુઓની તારણહાર
મા સિકોતર.