લાગણી જેવું તેનું નામ એટલી જ એ લાગણીશિલ
સ્વભાવે બોવ જ શાંત. બધું જ સહન કરીને કંઈ ના બોલવું અને મૌન રહેવું એ એનો સ્વભાવ. એને સમજવી એટલે દરિયા ના ઊંડાણ માં જઈને દરિયા ને માપવા થી પણ અગરુ કામ. એનો સ્વભાવ એટલે કોઈ સસ્પેન્સ સ્ટોરી. ક્યારેય મોં પર કંઈ કેતી નઈ કે પોતાનું દુઃખ ક્યારેય મોં ઉપર દેખાડતી નઈ. એના જેટલી સહનશક્તિ આજ સુધી મેં કોઈના માં જોઈ નથી. બાકી મને સહન કરવો બોવ અગરુ કામ. અને મને સહન કરે એ દુનિયા ની માત્ર એ એક જ સ્ત્રી છે.
જેટલો પ્રેમ તે મને કરે એટલો પ્રેમ મને ક્યારેય દેખાડતી નઈ
અને એ વાતની મને પણ ખબર કે લાગણી જેટલો પ્રેમ મને જન્મો જન્મ નઈ મળે.