એકલા ખુશ રહેતા શિખવું એ ખરેખર અગત્યની ઘટના છે. જે જીવનમાં છે એમનો આભાર તો માનવાનો જ પણ જે જીવનમાં નથી એમનો હૃદયપૂર્વક આભાર માનવો અનિવાર્ય છે. કોઈ પણ પ્રકારની આશા કે અપેક્ષા હોવી એ એક ગુનાહ સમાન છે. શક્ય હોય ત્યાં સુધી કોઈકની ખુશી કે કોઈકના ચહેરા પર સ્મિત આવે તેવું કાર્ય કરવું. જેથી રાત્રે સૂકુન સાથે સૂઈ શકાય. પ્રાણી તથા પ્રકૃતિના સંપર્કમાં મહત્તમ રહેવાનો પ્રયત્ન કરવો કારણ કે એક ઊર્જા પ્રદાન કરે છે અને અન્ય વફાદારી સાથે અનન્ય પ્રેમ!