એક કુખ્યાત ડોન નો જનાજો શહેર મધ્યમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક શરીરથી અસ્તવ્યસ્ત સ્ત્રી સતત હસી રહી હતી,
બધાં જ લોકો તેને જોઈ કહે આતો પાગલ છે પાગલ! વર્ષો પહેલા તેના પતિ અને પુત્રનું તેની નજરો સામે જ કોઈએ ગાડી ચડાવી મારી નાખ્યાં હતાં ત્યારથી તેનું દિમાગ છટકી ગયું છે ઘણા સમયથી મુંગી પડી રહેતી હતી આજે સાલી હસે છે,
ત્યારે ભીડમાંથી કોઈએ કહ્યું, ખરેખર આ સ્ત્રી પાગલ છે જનાજામાં હસે છે, ખરેખર,, આ પાગલ જ છે?