આમ સર્જરીને જીર્ણ થવાથી શું વળે?
એકલતાના સ્નેહને મૌન બનવા મથને.
હર પલ કશું કહે છે નસમજથી શું વળે?
લઈ પેન એક કોરા કાગળમાં કશું લખને.
તમારા સ્નેહથી સદાય ઝકળાય રહું છું .
કોરાકટ નભમાં મેઘ બનીને જરી વરસને.
તમારા જેવી ઝંખનામાં ઝાખો પડી ગયો.
કદી વિરહ મીલનના દર્દ તો કદીક મરક ને.
મનરવ આ કવિતા થી શબ્દ સરે છે નેહે
કદી વાતના એ એકાંત પળને તુ તલસને.