હું ભરતી - ઓટ વગરનો એક કિનારો શોધું છું
ને નથી આવવાનાં જે એમનાં વિચારો શોધું છું,
વધુમાં વધુ શું થશે એમ પૂછી બેઠો છું જાતને
પાછળ આપેલાં આવા દિલાસા હજારો શોધું છું.
આશ હતી ભર ઉનાળે રણ પ્રદેશમાં પાણી જેમ
મૃગજળમાં આપેલ એ વર્ષો જૂનો ઈશારો શોધું છું
આવજો મળીશું એ જગ્યા એ જ્યાં છૂટા પડ્યા હતા.
લખવા આ કવિતા આજે હું દર્દનો વધારો શોધું છું.
ખબર છે તમે સળગાવી નાખી છે એ યાદો જતાં જતાં.
કદી નાં નિભાવ્યા એ જન્મોજન્મનાં કરારો શોધું છું