જનમ્યા ત્યાંથી દૂર જવાનું તો નક્કી જ હતું,
જન્મભૂમિ તો ફકત થોડા સમયનું સરનામું હતું.
જનમ્યા ત્યારથી સંબંધો સાચવવાની શિક્ષા ઈશ્વરે આપી હતી,
મા ના સંસ્કાર અને એના કાર્યને જીવનમાં સદા અનુસરવાનું હતું.
જનમ્યા ત્યારથી પિતાએ ઘર છોડતી વેળા માટે મૂડી એકઠી કરી હતી,
દીકરીને ખરાબ સમયે કરગરવું ન પડે એ લાગણી માટે મુડીનું બહાનું હતું.
જનમ્યા ત્યારથી પિયર છોડવાની વાતને સદા સાંભળી હતી,
ક્યારેક ગુસ્સો આવતો ક્યારેક સવાલ થતાં છતાં જવાનું પાક્કું હતું.
જનમ્યા ત્યારની ઉજાણીમાં આંખમાં ખુશીના આંસુ હતાં,
સપ્તપદીના વચન સમયની ઉજાણીમાં દરેકની આંખ નમ હતી.
જનમ્યા ત્યારથી સ્વાર્થને જીવનમાં ન સ્થાન હતું,
જનમ્યા ત્યારથી લાગણી અને ત્યાગની ભાવના જ શીખવી હતી.