લહેર આવી ફાગણની આજ,
જોયું દ્વારે મોરપીંછ હતું આજ.
નજર ફેરવી ઉત્સાહથી આજ,
કૃષ્ણ પધાર્યા છે આંગણે આજ.
કરી વિનંતી રાહ જોઈ રહી નયનો આજ,
સુમધુર સંગીત ફૂલોની સુગંધ મળી આજ.
ખેલ રંગોથી ખેલવા છે સંગ આજ,
ગોપી છો તમે આવ્યો તારી પાસે આજ.
સોહામણું સપનું દીઠું કેવું કાન્હા આજ,
કરી મજા રંગોથી રમવાની તારી સંગ આજ.
હોલી ખેલ ઉત્સવની હાર્દિક બધાઈ હો...
જય શ્રી કૃષ્ણ..
-Arti Ruparel
Poeticflowbyarti