વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે*
✨
*ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે...*
✨
*1.*
*બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા*
*પૂછતાં માલુમ પડ્યું કે 'અહિંસા' વિશે ડિબેટ ચાલી રહી હતી*
- હિતેશ તરસરિયા
✨
*2.*
*ગરમીએ શેઠજીને દવા લેવડાવી,*
*નોકર તો રોજ લીમડો વાટીને પીતો.*
– પરીક્ષિત જોશી
✨
*૩.*
*કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.*
*”કાળીના એક્કા જેવા.”*
– સંજય ગુંદલાવકર
✨
*4.*
*મારી પાસે ઘર હતું,*
*આજે પૈસા છે...*
-નિમેષ પંચાલ
✨
*5*.
*બપોરનો તડકો*
*જીવનમાં લાગેલી લાય કરતાય,*
*આજ મીઠો લાગ્યો!*
– તૃપ્તિ ત્રિવેદી
✨
*6.*
*એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો.*
*માનતા માની.*
*જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,*
*એ ૧૧ કુંવારીકાને જમાડશે.*
-દક્ષા દવે
✨
*7.*
*વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.*
*આંખો જ બોલી છે વાંક કોનો!*
- દેવદત ઠાકર.
✨
*8.*
*પત્ની પિયર ગઈ…*
*ટીફીનમાં મનપસંદ મળ્યું.*
– દિવ્યેશ સોડવડીયા
✨
*9*
*લક્ઝુરિયસ બંગલાના બેડરૂમમાંથી રાત્રે ઊંઘ ન આવવાના કારણે બહાર લટાર મારવા નીકળેલા એક શેઠે ફૂટપાથ પર ઘસઘસાટ ઊંઘતા માણસોને જોઇને કહ્યું કેવી જિંદગી જીવે છે આ લોકો?*
- નિલેશ શ્રીમાળી પાટણ
✨
*10*
*આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો,*
*અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે...*
-હિતેશ તરસરિયા
✨
*11.*
*"ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી,*
*વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે*,
*હવે આ કાગળ કંઈ કામના નથી,*
*સળગાવી નાખ"*
*ક્લાર્ક દ્વિધામાં હતો,*
*દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું*
*'SAVE TREES'*
-હિતેશ તરસરિયા
✨
*12.*
*વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ*,
*યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.*
*પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું:*
*"મા ના ખોળે !!!"*
✨
*_ગમ્યું હોય તો તમામ સાહિત્ય રસિકોને ફોરવર્ડ કરો_*
🍁🍁🍁