Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના 🙏

શિવ શક્તિ, શિવ ભક્તિ,
શિવ મોક્ષ અને મૂક્તિ.

શિવ હસ્તી, શિવ મસ્તી,
શિવ ભવસાગરની કસ્તી.

શિવ સૃષ્ટિ, શિવ વૃષ્ટિ,
શિવ કરે સંસારની પુષ્ટિ.

શિવ પ્રકૃતિ, શિવ સંસ્કૃતિ,
શિવની હૃદયમાં આકૃતિ.

શિવ દ્રશ્ય, શિવ અદ્રશ્ય,
શિવ છે અલૌકિક દ્રષ્ટિ.

શિવ ભૂત, શિવ અવધૂત,
શિવ રૂપ છે અદ્ભૂત.

શિવ ભોમ, શિવ "વ્યોમ",
શિવોહોમ્, શિવોહોમ્.

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111921394
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now