....." શું કરીએ? "
દિલ તો છે દગાબાજ, દિલનો વિશ્વાસ, શું કરીએ?
આજ છે અહીં તો કાલ છે કોઈની પાસ, શું કરીએ?
સ્મરણમાં તમારાં જાગે છે, એતો સારી સારી રાત!
આંખોમાં છે આતે કેવી અજીબ પ્યાસ, શું કરીએ?
હાલત અમારા દિલની કંઈક એવી તો થઈ ગઈ છે,
તમારા નામના એ જપે છે નિરંતર જાપ, શું કરીએ?
બેચેની હરપળ તડપાવે ને ના દૂર તમારાથી રહેવાય!
કંઈક એવાં અમારાં બની ગયાં છો ખાસ, શું કરીએ?
ઝંખે મન મીલન તમારું, આવ તને આલિંગનમાં ભરું!
જીવનની " વ્યોમ " એ જ અંતીમ આશ, શું કરીએ?
✍️... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.